5 ડિસેમ્બર, 2012

આધુનિક ભાવનાઓ અને વિજ્ઞાન




લાગણીની ભીનાશ ભીંજવી નથી શકતી,
હવે તો આંસુડા પણ આર્ટિફીશયલ મળે છે;
હોઠોની મુસ્કાન પણ શંકાસ્પદ લાગે,
કેમકે કોઈ ઈરાદા હેસિયત પણ બદલે છે.

ભૌતિકવાદે બદલ્યા બધા સમીકરણો,
જિંદગી સિવાય બધાનું કંઇક મૂલ્ય છે;
કારણકે હવે દરેક અંગ વેચાય છે,
ને માનવનું ક્લોનીંગ પણ થાય છે.

કોરોનરી બાયપાસ પછી સમજાય કે,
જિંદગીએ આપણને બાયપાસ કાર્ય છે;
પ્રકૃતિ પણ વિમુખ જ થાય ને,
એ વિજ્ઞાનનું આપણને અભિમાન છે.

સમયના અફાટ સમુદ્રમાંથી મળેલા,
થોડા ટીપાં જેવા અવસરો;
કહે છે ક્ષણે-ક્ષણને સફળ બનાવો,
કારણકે પળે-પળે બ્રહ્માંડ પણ વિસ્તરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો